મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ભડીયાદ રોડ ઉપર સાયન્સકોલેજ પાછળ પિતૃકૃપા દુકાન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી કાંતિલાલ તળશીભાઇ દારોદરા નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 3100 કબ્જે કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.