મોરબીમાં હોંશભેર 7 હજાર લોકોએ કર્યું રક્તદાન, બ્લડ બેંકોની ક્ષમતા પુરી થઈ ગઈ છતાં રક્તદાતાઓનો પ્રવાહ આવવાનો ચાલુ જ રહ્યોમોરબી : પાટીદાર સમાજના ભામાશા એવા સ્વ. આર.ઓ.પટેલની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. મોરબી સહિત રાજ્યના 27 સ્થળોએ આયોજિત રક્તદાન કેમ્પમાં અધધધ 20 હજાર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. મોરબીમાં બહેનોને રોજગારી, કન્યા કેળવણી, ખેડૂતો માટે ચેકડેમ બાંધવા સહિતની અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીને સમાજનું ભલું કરનાર ભામાશા સ્વ. ઓ.આર. પટેલની આજે 11મી પુણ્યતિથિએ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજી તેમને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી મોરબી સહિત ગુજરાતભરમાં આજે 27 સ્થળે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધધધ 20 હજાર બોટલ રક્ત એકત્ર થતા વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. મોરબીમાં શનાળા પાસે આવેલ પટેલ સમાજની વાડી ખાતે મહા રક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 7 હજાર બોટલ રક્ત એકત્ર થયું છે. આ રક્તદાન કેમ્પમાં સીરામીક ઉદ્યોગકારો, શ્રમિકો તેમજ ગામેડેથી લોકો ટ્રેકટર ભરીને આવી હોંશભેર રક્તદાન કર્યું હતું.