મોરબી : સમાજમાં થતા જાતીય પરીક્ષણ અને દિકરા-દીકરી વચ્ચે થતો ભેદભાવ અટકાવવા અંગેની સમજ આપવા મોરબીમાં ગત ૨૬-૧૧-૨૦૧૯ના રોજ ડૉક્ટર્સના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અંતર્ગત યોજાયેલા આ વર્કશોપમાં દિકરા-દીકરી વચ્ચે થતો ભેદભાવ રોકવા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત, મોરબી દ્વારા સમાજમાં થતા જાતીય પરીક્ષણ અને દીકરા દીકરી વચ્ચે થતો ભેદભાવ રોકવામાં સહભાગી થવા શપથ લેવડાવી આ કાર્યમાં મદદરૂપ થવા અપીલ કરી હતી. આ ઉપરાંત, આ વર્કશોપમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ કાયદા વિશે વિગતવાર સમજ અપાઇ હતી. આ વર્કશોપમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અંતર્ગત મોરબી જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ડોક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.