મોરબી : મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બેઝિક નર્સિંગ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક ઈજા કે એક્સિડન્ટ વખતે મેડિકલ ટ્રીટમેન્ટ મળે તે પહેલાં આપવામાં આવતી પ્રાથમિક સારવાર તથા બેઝિક નર્સિંગ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ દરેક માહિતી પ્રેકટીકલી કરીને સમજાવવામાં આવી હતી. આ વર્કશોપમાં આર્ય તેજ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ હેતલ ભેડા, પ્રોફેસર ખુશ્બુ મેડમ, આર્યતેજ કોલેજના ટ્રસ્ટી રમેશભાઈ કૈલા ઉપસ્થિત રહ્યા હતા. આ માહિતીસભર વર્કશોપ બદલ કોલેજના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્ર્યંબકભાઈ ફેફર, પ્રિન્સીપાલ આરતી રોહનએ આભાર વ્યક્ત કર્યો હતો.