મોરબી : છેલ્લા થોડા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબીના લાગધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન સિરામિક ફેકટરીમાં કામ કરતા સનાતનભાઈ બાદલભાઈ દલાઈ ઉ.33 નામના યુવાન ગઈકાલે પોતાના રૂમ ઉપર જમીને બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા 108 મારફતે તેમના મિત્રએ હોસ્પિટલ ખસેડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.