મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામે આવેલ કોજી સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમા રહેતા વિનોદભાઈ મોહનભાઇ બથવાર ઉ.19 નામના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.