મોરબી : મોરબી તાલુકાના લગધીરપર રોડ પર આવેલ મેટ્રોવર્લ્ડ સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની હરેન્દ્રકુમાર દાસ ભગવાનદાસ ગત તા.6ના રોજ સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા પડતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.નર્મદા કેનાલમાં ડૂબ્યા બાદ આ યુવકનો મૃતદેહ ગઈકાલે જોધપર નદી ગામ નજીકથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.