મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ સોલોગ્રેસ સીરામીક ફેકટરીના લેબર ક્વાટરના ત્રીજા માળેથી પડી જતા મૂળ ઓરિસ્સાના કુંદરબીસડા ગામના વતની અને હાલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ નાયક નામમાં યુવાનનું માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એકસ્માતે મૃત્યુ નિપજવા અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.