મોરબી : મોરબીના રફાળેશ્વરમાં એક પેપર મિલમાં ઉપીયોગમાં લેવામાં આવતા લોડર વાહનની ઠોકરે ચડી જતા મિલના જ એક કર્મચારીનું અકસ્માતે મોત નીપજ્યું છે. મોરબીના રાફળેશ્વર સ્થિત આનંદ પેપર મીલમાં લોડરની ઠોકરે યુવાન કર્મચારીનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આનંદ પેપર મીલમાં રહેતો અને કામ કરતો રાજેન્દ્રસિંગ ધીરપસિંગ ગોયલ (ઉ.૧૮) રાત્રે મીલમાં હતો ત્યારે સામાન હેરફેર માટેનું લોડર વાહન લઇને એક કર્મચારી નીકળતાં તેની ઠોકરે રાજેન્દ્રસિંગ ચડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne