મોરબી : મોરબીના ગાળા ગામ પાસે આવેલ એન્ટેનોવા ટાઇલ્સ પ્રા.લિ. ના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતો હિતેશભાઇ વેસ્તાભાઇ ગાડરીયા (ઉવ.૨૫) નામનો યુવાન આ કારખાનાની છત પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે તાકીદે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.