વતન રાજસ્થાન જવા માટે નીકળેલા શ્રમિકને કાળનું તેંડુહળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં રહી મજૂરી કામ કરતો શ્રમિક યુવાન ગઇકાલે વતન જવા માટે હળવદ હાઇવે ઓળંગી રહ્યો હતો ત્યારે ટેન્કર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ માર્કેટીંગ યાર્ડમાં રહી મજૂરી કરતા મૂળ રાજસ્થાનનો વતની આસુરામ પુરારામ જાટ ઉ.33 નામનો યુવાન ગત તા.18ના રોજ રાત્રે પોતાના વતન રાજસ્થાન જવા માટે માર્કેટિંગ યાર્ડ સામે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે જીજે - 06 - બીટી - 3667 નંબરના ટેઇલર ટેન્કર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રથમ હળવદ બાદ અમદાવાદ સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામા જ દમ તોડી દેતા મૃતકના પિતરાઈ ભાઈ ઓમારામ જવારારામ જાટ રહે.હાલ હળવદ માર્કેટિંગ યાર્ડ મૂળ રહે.રાજસ્થાન વાળાએ ટેન્કર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.