મોરબી : માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં આવેલ સિમ્પોલો પીવીટી લિમિટેડ કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની આકાશ પ્રશાંદ રાજેન્દ્ર પ્રશાંદ ઉ.25 નામના યુવકે એકલવાયા જીવનથી કંટાળી લેબર કવાટર્સમાં પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.