શિશુમંદિર મોરબી ખાતે શિક્ષકો માટે પણ અગત્યની બેઠક મોરબી : આજ રોજ તારીખ 11 ફેબ્રુઆરી ને શનિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- મોરબી મહિલા સંવર્ગ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું છે. સાથે સાથે શિશુમંદિર મોરબી ખાતે શિક્ષકો માટે પણ અગત્યની બેઠક યોજવામાં આવી છે. મોરબીના શક્ત શનાળા ખાતેના સરસ્વતી શિશુ મંદિર ખાતે આજે શનિવારે બપોરે 3 કલાકે રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિતમેં સમાજના ધ્યેય સૂત્ર સાથે આ મહિલા સંમેલન યોજાશે. શિક્ષકોના સંગઠનનો વધુ મજબૂત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સંમેલન કાર્યક્રમના મુખ્ય મહેમાન મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને મુખ્ય વક્તા તરીકે સરસ્વતી શિશુ મંદિરના પ્રાધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા ઉપસ્થિત રહેશે. આ સાથે જ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા અગત્યની બેઠકનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રભારી રમેશભાઈ ગાગલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે સર્વે શિક્ષકો સાથે ભોજન લે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે.