માળિયા (મિયાણા) : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા મહિલામાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર 13 માર્ચ ને ગુરુવારે સવારે 10 કલાકે માળિયા (મિયાણા)ના સરવડ ગામે પટેલ સમાજ વાડી ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ નારી સંમેલનમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવિણભાઈ સોનાગ્રા, મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયતના અધ્યક્ષ લીલાબેન પરમાર અને તાલુકા પંચાયત માળિયા (મિયાણા)ના પ્રમુખ સુશિલાબેન બાવરવા ઉપસ્થિત રહેશે.