દવા લઈને પતિ પત્નિ પરત ફરતા હતા તે દરમિયાન બનાવ બનતા અરેરાટી મોરબી : મોરબીના જુના બસ સ્ટેશનથી લાતી પ્લોટ તરફ જતા રોડ પર બપોરના સમયે એક પતિ પત્ની ખાનગી હોસ્પિટલમાંથી દવા લઈને જુના બસ સ્ટેન્ડ તરફથી જતા હતા તે દરમિયાન મહિલા એક્ટિવા લઈને જતી હતી તે દરમિયાંન એસટી બસે હડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેશન પાસે બપોરના સમયે સાળગપુર ભુજ રૂટની જીજે 18 ઝેડ 6630 નમ્બરની બસ મોરબીના જુના એસટી ડેપોથી નિકળીને જતી હતી. તે દરમિયાન લાતી પ્લોટ તરફ જવાના રસ્તે એક જી.જે 36 ડી 7931 નમ્બરનું એક્ટિવા બાઈક લઈને પતી પત્ની ખાનગી હોસ્પિટલમાંથી દવા લઈને પરત ફરતા હતા તે દરમિયાંન બાઇક અને બસ બચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બાઈક બસના આગળના વ્હીલ પાસે આવી જતા તેનું મંજુબેન લલન ભાઈ યાદવ નામની મહિલા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનને પગલે આસપાસ લોકોની ભીડ ઉમટી પડી હતી. અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate