મોરબી : મોરબીના ગાંધી ચોકમાં પગપાળા જઈ રહેલા ઘુટુ ગામના પારુબેન મનસુખભાઇ ચૌહાણ ઉ.48 નામના મહિલાને જીજે - 36 - એન - 6639 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ પછાડી દેતા હાથ, પગ અને જડબાના ભાગે ઇજાઓ પહોચતા બાઈક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.