ઘર પાછળ જવા માટે પાડોશીના ફળિયામાંથી નીકળતા ડખ્ખો, એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદમોરબી : મોરબી તાલુકાના જુના સોખડા ગામે પોતાના ઘર પાછળ ઉંદરે દર કર્યા હોય જે દર બુરવા માટે મહિલા ઘર પાછળ જવા પાડોશીના ફળિયામાંથી નીકળતા પાડોશીએ જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના સોખડા ગામે રહેતા રેવિબેન ગોવિંદભાઇ પરમાર ઉ.50 નામના મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી એવા પાડોશી હિતેશભાઇ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ પોતાના ઘરની પાછળ ઉંદરે દર કર્યા હોય જે દર બુરવા માટે આરોપીના ઘરના ફળિયામાંથી નીકળતા આરોપી હિતેશે જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકા પાટુની માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.