બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હળવદ : હળવદ શહેરમાં રહેતી મહિલા સીએનજી રીક્ષામાં બેસી ધાંગધ્રા તરફ જઈ રહી હતી ત્યારે કોયબા ગામના પાટીયા નજીક રિક્ષામાં સવાર અજાણી બે મહિલાએ સોનાના બે તોલાના પાટીપારાની નજર ચૂકવી ચોરી કરી લીધી હોવાની ભોગ બનનાર મહિલાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા માટે વિગતો મુજબ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતાં કાજલબેન ભરવાડ આજે દિવાળી હોય જેથી તેઓના પિયર સુરેન્દ્રનગર જવા માટે હળવદ શહેરમાં આવેલ ધાંગધ્રા રોડ પર ટેલીફોન એક્સચેન્જ નજીક ઉભા હતા ત્યારે ત્યાંથી ધાંગધ્રા તરફ જઈ રહેલ સીએનજી રીક્ષામાં બેશી જઈ રહ્યા હતાં. આજ સીએનજી રીક્ષામાં અન્ય બે મહિલાઓ પણ કાજલબેનની બાજુમાં આવી બેસી જઈ નજર ચૂકવી કાજલબેનએ ગળામાં પહેરેલા સોનાના બે તોલાના પાટીપારાની ચોરી કરી લીધા બાદ કાજલબેન ને સુખપર ગામ પાસે ઉતારી દીધા હતા. જોકે ત્યારબાદ કાજલબેન એ ગળામાં પેરેલ સોનાનો પાટીપારો ન જોવા મળતા તેઓ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી અને કાજલબેન હળવદ પોલીસ મથકે દોડી જઈ આ બનાવની અજાણા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કાજલબેનના ગળામાંથી સોનાનો પાટીપારો ચોરી જનાર બે મહિલાને હળવદ પોલીસ અને મોરબી એલસીબીની ટીમે ઝડપી લીધી હોવાનું જાણવા મળે છે.