વાંકાનેર - કુવાડવા રોડ ઉપર અમરસર ફાટક નજીક બનેલો બનાવવાકાનેર : રાજકોટથી માટેલ પગપાળા જતા મહિલાને વાકાનેર - કુવાડવા રોડ ઉપર અમરસર ફાટક પાસે બાઈક ચાલકે ઠોકર મારી ફંગોળી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ કેવડાવાડીમાં રહેતા મનીષાબેન મધુસુંદનભાઈ સોજીત્રા ઉ.63 નામના મહિલા રાજકોટથી માટેલ પગપાળા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે વાકાનેર - કુવાડવા રોડ ઉપર અમરસર ફાટક પાસે બાઈક નંબર જીજે - 03 - સીએન - 9918ના ચાલકે ઠોકર મારી ફંગોળી દેતા મનીષાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પતિ મધુસુદનભાઈ સોજીત્રાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.