મોરબી : મોરબીના વાવડી રોડ પર રહેતી મહિલા ઘરેથી કહ્યા વિના ક્યાંક ચાલી ગયેલ છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમશુદા નોંધ કરવામાં આવી છે. મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં રહેતા હીતેષભાઇ ઇન્દરીયાના પત્ની જોશનાબેન (ઉ.વ. 36) ગત તા. 23 ઓક્ટોબરના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વગર ક્યાંક ચાલ્યા ગયેલ છે. ઉલ્લેખનીય છે કે ગુમશુદા જોશનાબેનની ઉંચાઇ સાડા પાંચેક ફુટ છે. તથા વાને ઘઉં વર્ણની છે અને મજબુત બાંધાની છે. મોઢુ લંબ ગોળ છે અને ડ્રેસ પહેરેલ છે. હાલમાં પોલીસ જોશનાબેનની શોધખોળ કરી રહી છે.