ભાવનગરના આરોગ્ય વિભાગે મોરબી તંત્રને જાણ કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા હાથ ધરાઈમોરબી અપડેટ : વાંકાનેર શહેરની 43 વર્ષીય મહિલા ભાવનગર જિલ્લાના પાલિતાણા પ્રવાસ દરમિયાન બીમાર પડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ મહિલાને 28 જુલાઈના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 29 જુલાઈના રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. કોરોના કેસની પુષ્ટિ થયા બાદ ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગે મોરબી જિલ્લા તંત્રને જાણ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી અનુસાર મહિલાના નિવાસ સ્થાન આસપાસના વિસ્તારમાં 200થી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આસપાસના લોકોને તેમજ પરિવારના સભ્યોને કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. વધુમાં મહિલાની તબિયત પણ હાલ ભાવનગર હોસ્પિટલમાં સુધારા ઉપર છે.