મોરબી : મૂળ ટંકારા તાલુકાના છતર ગામના વતની અને હાલમાં રાજકોટ ખાતે નવી કોર્ટ પાસે રહેતા મનીષાબેન અક્ષયભાઈ વાનકીયા ઉ.29 નામના પરિણીતાને રાજકોટ ગાયકવાડી વિસ્તારમાં આવેલ કિટીપરામાં રહેતા પતિ અક્ષય ભૂપતભાઇ વાનકીયા, સાસુ ભાનુબેન ભુપતભાઇ વાનકીયા, સસરા ભુપતભાઇ વાઘજીભાઈ વાનકીયા, નણંદ સોનલબેન અને ક્રિષ્નાબેન વાનકીયા છેલ્લા દસ વર્ષથી નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરી કરિયાવર બાબતે ત્રાસ આપતા હોય મનીષાબેને મોરબી મહિલા પોલીસ મથકમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.