મુળીના રાયસંગપરની મહિલા વૃધ્ધ ચોકડી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલે કે કચડી નાખ્યાહળવદ : હળવદ હાઇ-વે પર આવેલ સરા ચોકડી પર આજે સવારના આઠેક વાગ્યાની આસપાસ મુળી તાલુકાના મહિલા વૃધ્ધ ચોકડી પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલે કે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેવોનુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળી તાલુકાના રાયસંગપર ગામે રહેતા ગુલાબબેન વાલાભાઈ દેવીપુજક ઉંમર વર્ષ 55 તેઓ અને તેઓના પતિ વાલાભાઈ ગઈકાલે હળવદ લોકીકે આવ્યા હોય મોડું થઈ જતા હળવદ જ રોકાયા હતા અને આજે વહેલી સવારે પરત પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે હળવદની સરા ચોકડી પાસે હાઇવે પર રોડ ક્રોસ કરતી વેળાએ ડમ્પર નંબર જીજે-14-ઝેડ-0640 વાળાએ ગુલાબબેનને અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા પહોંચી હોય જેથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા જોકે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું.બનાવના પગલે પોલીસ દ્વારા મૃતકની લાશને પીએમ કરી પરિવારજનોને સોંપી હતી સાથે જ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ અકસ્માતના પગલે દેવીપુજક સમાજના ટોળાઓ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.