મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાની દીકરીને તેની પાડોશમાં રહેતી મહિલાએ ઘરે રમવા નહિ આવવા બાબતે ધબ્બો માર્યો હતો. જેથી કરીને દીકરીની માતા પાડોશી મહિલાને સમજાવવા માટે ગઈ હતી. ત્યારે ઉશકેરાઇ ગયેલ પડોશી મહિલાએ દિકરીની માતાને બન્ને હાથે બચકા ભરી લીધા હતા તેમજ માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો. જેથી ભોગ બનેલી મહિલાએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નંબર ૧માં રહેતા શબનમબેન તોફીકભાઈ સોલંકી ઉં.વ. 25ની દીકરી તેની પાડોશમાં રહેતા અસ્માબેન અનવરભાઈ મકવાણાના ઘરે રમવા માટે ગઈ હતી. ત્યારે રમવા બાબતે અસ્માબેને સબનમબેનની દિકરીને ધબો માર્યો હતો. આ બાબતે સબનમબેન અસ્માબેનને તેઓના ઘરે સમજાવવા માટે ગયા હતા. ત્યારે અચાનક અસ્માબેન ઉશ્કેરાઇ ગયા હતા અને સબનમબેનના બન્ને હાથ પર તેમણે બચકા ભરી લીધા હતા. તેમજ કાન પર પંજાના ભાગેથી નખોરિયા મારીને માથાના ભાગે પાઇપ ફટકાર્યો હતો. જેથી કરીને ભોગ બનેલી મહિલાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાબતે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne