વાંકાનેર : રાતાવીરડા ગામના સરપંચે સમાજને મદદરૂપ બનવાના આશયથી 11 જેટલી અનાથ દીકરીઓને પરણાવાનું બીડું ઝડપ્યું છે.આગામી તા.19ના રોજ અનાથ દીકરીઓનો લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાતાવીરડા ગામના સરપંચ દ્વારા આગામી તા.19ને મંગળવારના રોજ રામદેવપીર મંદિર,રાતાવીરડા,વાંકાનેર ખાતે 11 અનાથ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.અનાથ દીકરીઓના સમૂહલગ્નમાં સાધુ સંતો તથા નામી-અનામી કલાકરો ઉપસ્થિત રહી દરેક દીકરીને આશીર્વાદ આપશે. લગ્નોત્સવમાં તા.18ને સોમવારે રાત્રે 8 કલાકે ક્રિષ્ના મ્યુઝિક ગ્રુપ મોરબીથી ભાવેશ ભરવાડ અને તેજસ્વીની બારોટ ગરબાની રમઝટ કરાવશે.તા.19ને મંગળવારના રોજ સવારે 7:15 કલાકે હવન,10:15 કલાકે સામૈયું,10:30 કલાકે ફુલેકુ(દેવ દર્શન),11:30 કલાકે ભોજન પ્રસાદ,12:30 કલાકે ફુલવર્ષા અને આશીર્વચન,3:15 કલાકે હસ્ત મેળાપ અને 5:15 કલાકે વિદાય સમારંભ યોજાશે.