ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ચિત્ર શિક્ષકના 50 જેટલા જીવંત ચિત્રો નિહાળવા કલાપ્રેમીઓ ઉમટી પડ્યા: નવેમ્બરમાં મુંબઈ ખાતે પણ પ્રદર્શન યોજાશેમોરબી અપડેટ: ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી પ્રાયોજિત આકર્ષક તથા રંગીન અનુભવ સમાન સુંદર વોટર કલર પેઇન્ટિંગ એક્ઝિબિશન ‘ઈકોઝ ઓફ અર્થ’નું રાજકોટ ખાતે 25 થી 27 સપ્ટેમ્બર સુધી ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રખ્યાત વોટર કલર આર્ટિસ્ટ અને મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ચિત્ર શિક્ષક રાજેન્દ્ર ચૌહાણ દ્વારા જીવંતપણે તૈયાર કરાયેલા અદ્ભુત ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.આ પ્રદર્શનમાં કલાકાર રાજેન્દ્ર ચૌહાણ દ્વારા જીવંતપણે તૈયાર કરાયેલા કુલ 50 જેટલા વોટર કલર પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વોટર કલર શૈલી તેની પારદર્શકતા અને જીવંતતા માટે વિશેષ જાણીતી છે, જેથી મુલાકાતીઓને ચિત્રોમાં અનોખું આકર્ષણ જોવા મળ્યું હતું. આ તકે ચિત્રમાં રસ ધરાવતા વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં ચિત્રકાર ભૂપત લાડવા, નલિન સૂચક, સુરેશ રાવલ, અશ્વિન ચૌહાણ, તુષાર પટેલ, સંજય કોરિયા, પ્રેમ મકવાણા અને આર્કિટેક્ટ સુરેશ ભીલ્લા વગેરે કલાકારોએ હાજર રહીને કલાકારની કલાને બિરદાવી હતી.રાજકોટ ખાતે યોજાયેલ આ પ્રિવ્યુ પ્રદર્શન બાદ, હવે આગામી 13 થી 19 નવેમ્બર દરમિયાન મુંબઈની પ્રખ્યાત બોમ્બે આર્ટ સોસાયટી ખાતે પણ આ ચિત્રોનું પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે.#MorbiUpdate #MorbiNews #MorbiArtist #Rajkot #ArtExhibition #EchoesOfEarth #WaterColorPainting #RajendraChauhan #BombayArtSociety