માળિયા (મિયાણા) : આજ રોજ તારીખ 27 માર્ચના રોજ સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સ્વ. માણેકબેન નારણભાઈ શેરશીયા, સ્વ.મગનભાઈ નારણભાઈ શેરશીયા, સ્વ.વિપુલભાઈ મગનભાઈ શેરશીયા, સ્વ.સરોજબેન દિનેશભાઈ શેરશીયાના સ્મરણાર્થે દુર્લભજીભાઈ નારણભાઈ શેરશીયા તથા તેમના પરિવારના હસ્તે પીવાના પાણીનું વોટર કુલર અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓઓને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે હેતુથી કુલર અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર ડો.અક્ષય સુરાણી અને પંકજ પીઠડીયા દ્વારા દાતા પરિવારના સેવાકીય કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.