રબારી સમાજની જગ્યા શ્રી વડવાળા મંદિર દુધરેજધામના સંતોની મંડળીને મચ્છુકાંઠા પરગણામાં ઠેર - ઠેર આવકારા મોરબી : રબારી સમાજની જગ્યા શ્રી વડવાળા ધામના મહંત કનીરામદાસજી મહારાજ તથા સંતમંડળ હાલમાં મચ્છુકાંઠા પરગણામાં ઘરે -ઘરે અને નેહડે -નેહડે પાવન પધરામણી કરી રહ્યા હોય રબારી સમાજમાં અનેરી શ્રદ્ધા સાથે આનંદની લાગણી છવાઈ છે અને સંત મંડળને ઠેર-ઠેર આવકાર મળી રહ્યો છે. અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામથી પધારેલ જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ તથા સંતોની મંડળી ગુરુ પરંપરા મુજબ સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે - ધરે પૂ.બાપુ તથા સંતોના પાવન પગલાં કરી રહ્યા છે, ગુરુ પરંપરા અનુસાર જગ્યાના મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજ માં મહંત તથા સંતોની મંડળી સમાજમાં એક વખત ઘરે - ઘરે અને નેહડે - નેહડે પાવન પધરામણી કરવા પધારતા હોય છે જેમાં સમાજના લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે આ જગ્યાના ટકાવ માટે અને ધર્મને ટકાવવા માટે પૂ.બાપુના ચરણે દાન (ફાળો) અર્પણ કરતા હોય છે.પૂ.બાપુ અને સંતોની મંડળીને મચ્છુકાંઠા રબારી સમાજ ગામો - ગામ ભવ્ય સ્વાગત કરી હર્ષથી આવકારી રહ્યો છે.