મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના ઘુંટુ રોડ ઉપર આકૃતિ સિરામિક કારખાના પાસેથી આરોપી સાહિલ ઇશાભાઈ પલેજા રહે.માળીયા ફાટક પાસે મોરબી વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 600 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.