મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા ચંદુભાઈ છગનભાઇ વાઘેલા ઉ.38, રહે.શક્ત શનાળા મોરબી વાળાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 650 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.