સ્પર્ધકોએ કલર, બ્રશ અને અન્ય જરૂરી સામગ્રી સાથે લાવવાની રહેશે: ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરાશે મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનના ભાગરૂપે તા. 23 સપ્ટેમ્બર, 2025 ને મંગળવારના રોજ વોલ પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી ચાલશે.વાંકાનેર દરવાજા પાસે, બાલમંદિર નજીક, એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સ્પર્ધકોએ કલર, બ્રશ અને અન્ય જરૂરી સામગ્રી પોતાની સાથે લાવવાની રહેશે. તેમજ શ્રેષ્ઠ કલાકૃતિ રજૂ કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.