સુરેશભાઈ નાગપરા દ્વારા 25મા વર્ષે યોજાશે અંબાજી પદયાત્રા સંઘમોરબી : ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે પગપાળા મા અંબાના દર્શન કરવા માટે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના સુરેશભાઈ મોહનભાઈ નાગપરા દ્વારા અંબિકા પદયાત્રા સંઘનું આયોજન કરાયું છે.તારીખ 18 સપ્ટેમ્બર ને સોમવારના રોજ મોરબીથી અંબાજી સુધીના પદયાત્રા સંઘનું પ્રસ્થાન થશે. બપોરે 11 કલાકે પ્રસાદ લીધા બાદ 12-30 કલાકે સુરેશભાઈ નાગપારના નિવાસસ્થાને સ્કાય ટાવર, આલાપ રોડ, મોરબીથી પદયાત્રાનું પ્રસ્થાન થશે. મહત્વનું છે કે, સુરેશભાઈ નાગપરા છેલ્લા 25 વર્ષથી મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે. દર વર્ષે અંદાજે 150 થી 175 ભાઈઓ સંઘમાં જોડાય છે અને નવ દિવસ ચાલીને આ સંઘ અંબાજી પહોંચે છે. ભક્તો અંબાજી પહોંચીને મા અંબાના દર્શન કરીને બાવન ગજની ધ્વજા ચડાવશે. પદયાત્રા દરમિયાન વચ્ચે બહુચરાજી માતાજીના મંદિરે પણ બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે. તો મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને માતાજીના રથના અને માતાજીના દર્શન કરવા આમંત્રણ પાઠવાયું છે.