હાલ યુવકને રાજકોટ આઇસોલેશનમાં દાખલ કરાયો : રિપોર્ટની જોવાતી રાહ વાંકાનેર : મોરબી જિલ્લામાં હજુ એક પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા નથી. અત્યાર સુધીમાં 25થી વધુ શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે રાજસ્થાનથી એક સપ્તાહ પહેલા આવેલા વાંકાનેરના યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી કોરોના રિપોર્ટ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ વાંકાનેરનો યુવક એક સપ્તાહ પહેલા રાજસ્થાનથી આવ્યો હતો. જેને શરદી ઉધરસ સહિતના કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તે જાતે હોસ્પિટલમાં બતાવવા ગયો હતો. જેથી તકેદારીના ભાગ રૂપે હાલ આ યુવકને રાજકોટ આઇસોલેસન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ કોરોનાના રિપોર્ટ માટે મોકલી અપાયા છે. અને તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/