સીટી બી ડિવિઝન પોલીસે રોયલ ચેલેન્જની 114 બોટલ સહીત એક લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક એક શંકાસ્પદ વેગનઆર કાર રેઢી હાલતમાં પડી હોવાની બાતમીને આધારે દોડી ગયેલ બી ડિવિઝન પોલીસે કાર ચેક કરતા કારમાંથી 114 બોટલ દારૂ મળી આવ્યો હતો.જેને પગલે પોલીસે વેગનઆર સહીત એક લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાર નંબરને આધારે ગુન્હો દાખલ કર્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક જીજે૦૩બીએ૪૪૧૮ નંબરની વેગનઆર કાર રેઢી પડી હોવાની બાતમી મળતા સીટી બી ડિવિઝન પોલીસ ટીમે કારની તલાસી લેતા કારમાંથી રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસકીની 114 બોટલ કિંમત રૂપિયા 59,280 મળી આવતા પોલીસે 50 હજારની કાર સહીત કુલ રૂપિયા એક લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાર નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.