96 બોટલ દારૂના જથ્થા સાથે સોમાસરના બે શખ્સોને દબોચી લેવાયા 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત વાંકાનેર : વાંકાનેરમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવામાં આવે તે પૂર્વે જ પોલીસ ટીમે લુણસરિયા ફાટક પાસેથી 96 બોટલ દારૂ ભરેલી કાર સાથે સુરેન્દ્રનગર મૂળીના સોમાસર ગામના બે શખ્સોને વેગનઆર કાર સાથે દબોચી લઈ રૂ.1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસ ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલાને બાતમી હકીકત મળેલ કે લુણસરીયા ફાટકથી વેગેનઆર કાર નં-જી.જે ૨૭ કે ૪૬૧૯ વાળી કાર ઇંગ્લીશદારૂનો જથ્થો લઇ આવવામા છે જે બાતમીને આધારે વોચ ગોઠવતા ઉપરોક્ત કાર પસાર થતા તલસી લેતા કારમાંથી મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ હરીયાણા લખેલ ૭૫૦ મી.લીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૯૬ કીરૂ ૩૬૦૦૦ મળી આવતા પોલીસે તથા વેગેનઆર કાર નં. જી.જે ૨૭ કે ૪૬૧૯ કી.રૂ.૧,૦૦,૦૦૦ સહિત રૂ ૧,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વધુમાં આ કાર સાથે પોલીસે મનસુખભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૨૮, રહે.સોમાસર, તા.મુળી, જી.સુરેન્દ્રનગર) અને ગણપતભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૨૪, રહે.સોમાસર, તા.મુળી, જી.સુરેન્દ્રનગર)ને અટકાયતમાં લઈ વિદેશી દારૂનો આ જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી બન્ને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી કલમ ૬૫ એ.ઇ, ૧૧૬ બી, ૯૮(૨), ૮૧ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેટકર બી.ડી જાડેજા, એ.એસ.આઈ હીરાભાઇ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા વગેરે દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..