મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને મતદાનનું મહત્વ સમજાવી 'જાગો મતદાર જાગો' નો સંદેશ અપાયોમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ 21 સપ્ટેમ્બરના રોજ જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે મતદાન અને મતદાર જાગૃતિ અંગેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને લોકશાહીમાં મતદાનના અધિકાર અને ફરજ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પ્રાંત કચેરીના નાયબ મામલતદાર નિલેશ મકવાણાએ મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા, ઓનલાઈન માહિતી અને 'જાગો મતદાર જાગો' નો સંદેશો પૂરો પાડી લોકશાહીમાં મતદારોના મુખ્ય સ્થાન વિશે સમજૂતી આપી હતી. BLO મહેન્દ્ર કચોટે 18 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓને ચૂંટણી કાર્ડ અને મતદાન પ્રક્રિયા અંગે વાસ્તવિક જાણકારી આપી હતી. જ્યારે કોલેજના સમાજશાસ્ત્રના પ્રોફેસર ડો. નયના ભાલોડિયાએ 25 જાન્યુઆરી 'રાષ્ટ્રીય મતદાન દિવસ', મતદાનનો બંધારણીય અધિકાર, સારી સરકારની રચનામાં મતનું મહત્વ અને વધુ મતદાનથી લોકશાહીની મજબૂતી અંગે પ્રેરક વક્તવ્ય આપી રાજકીય ગંદકી દૂર કરવા મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.આ તકે નાયબ મામલતદાર અમિત ગાંભવા, BLO સુપરવાઈઝર એસ. એ. પટેલ, મહેન્દ્રભાઈ કચોટ, પ્રવીણભાઈ સરડવા, મનીષભાઈ યાજ્ઞિક, કિરીટભાઈ બોપલીયા, પાયલબેન, જીગ્નેશભાઈ કક્કડ સહિતના બુથ લેવલ ઓફિસરો તેમજ કોલેજના ઈ. પ્રિન્સિપાલ મોનિકા માલવણિયા અને NSS પ્રોફેસર મંજુલા દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારદર્શન કોલેજના પ્રોફેસર વનિતા કગથરાએ કર્યું હતું. અંતમાં રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #VoterAwareness #Democracy #VotingRights #JAPatelMahilaCollege #MorbiMunicipalCorporation