20 ઓક્ટોબર દશેરાના રોજ મહંત સ્વામી મહારાજ મોરબી પધારશે: 16 દિવસ સુધી હરિભક્તોને દર્શનનો લાભ મળશે, મહાયજ્ઞમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન શરૂમોરબી અપડેટ : BAPS સંસ્થાના ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ મોરબી BAPS મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોરબી પધારી રહ્યા છે. આગામી 20/10/2026 ને મંગળવાર, દશેરાના પાવન પર્વથી તેઓ મોરબીમાં પધારશે, જેનો સળંગ 16 દિવસ સુધી મોરબીની ધર્મપ્રેમી જનતાને અતિ દુર્લભ લાભ મળશે.આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે સર્વે પ્રજાજનોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પુષ્ટિ થાય તથા સહુના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે હેતુથી તારીખ 24/10/2026 અને 25/10/2026 ના રોજ સવારે 8:00 કલાકે ભવ્ય 'વિશ્વ શાંતિ મહાયજ્ઞ' નું આયોજન કરવામાં આવ્યું છે. મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાનાર આ મહાયજ્ઞમાં બેસવાના અકલ્પનીય ફાયદા છે અને યજ્ઞમાં આહુતિ આપવાથી અંતરમાં પરમ શાંતિનો અનુભવ થાય છે.યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તો માટે યજમાનપદ સ્વીકૃતિ પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ યજમાન માટે 11,11,000, સંનિષ્ઠ યજમાન માટે 5,51,000, ઉપ યજમાન માટે 2,21,000, વરિષ્ઠ યજમાન માટે 1,51,000, પરમ યજમાન માટે 51,000, સહ યજમાન માટે 21,000, નૈષ્ઠિક યજમાન માટે 11,000 અને દિવ્ય યજમાન માટે 5,100 નું સેવા અનુદાન નક્કી કરાયું છે.ભક્તો એક આખો યજ્ઞ કુંડ બુક કરીને પોતાના તમામ સ્નેહીજનો અને મિત્રો સાથે પણ એકસાથે યજ્ઞમાં બેસી શકે છે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન QR કોડ સ્કેન કરીને અથવા ચેકથી સેવા લખાવી શકાશે. યજમાનપદની સેવા લખાવવા માટે કાર્યકરો રાજેશભાઈ કડીવાર (9979233659) અથવા પ્રવીણભાઈ ન્યાયી (9879871072) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #BAPSMorbi #MurtiPratishtha #MahantSwamiMaharaj #VishwaShantiMahayagna #MorbiNews #BAPS