શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયુંમોરબી : મોરબીની બિલિયા પ્રાથમિક શાળામાં સ્પંદન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના કુલ 155 બાળકોએ દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો તેમજ હાલની સામાજિક સમસ્યા જેવી કે દિવસે દિવસે વધતા જતાં વૃદ્ધાશ્રમો અને વડીલોની પીડા રજૂ કરતા કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ નિહાળીને ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. તેમજ રામાયણ આધારિત નૃત્ય નાટીકા, ચૌદ વર્ષની ચારણ કન્યા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.બાલવાટીકાથી ધોરણ 8 ના તેજસ્વી તારલા અને રમત ગમતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી અને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મયોગી શિક્ષકોનું ધારાસભ્ય તેમજ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનો કે મહેમાનો તરફથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવેલ ન હતું એ મહત્વનું આકર્ષણ રહ્યું હતું. કાર્યક્રમને માણવા સમસ્ત ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવા ટીમ તેમજ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના મંત્રી સહિત સમગ્ર શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલૂકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, જયંતીભાઈ પડસુંબિયા પૂર્વ કારોબારી ચેરમેન, નેમિષભાઈ ગાંભવા જિલ્લા સદસ્ય, વિશાલ ઘોડાસરા ભાજપ અગ્રણી, ભાજપ મહિલા અગ્રણી ભાવનાબેન કૈલા, બાબુલાલ પરમાર જિલ્લા પ્રમુખ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, ભરત મુડિયા, ર્નિતેશભાઈ બાવરવા મહામંત્રી, તરુણભાઈ પેથાપરા, ઉપ પ્રમુખ મોરબી ભાજપ, અશોકભાઈ બાવરવા તાલુકા સદસ્ય, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.