ટંકારા : ટંકારા તાલુકા પંચાયત દ્વારા સજનપર ગ્રામ પંચાયતમાં કચરાના નિકાલ માટે ગ્રાન્ટ ફાળવી વાહન અર્પણ કર્યા હતા. ટંકારા તાલુકાના સજનપર ગામે ટંકારા તાલુકા પંચાયતના સદસ્યતા મનીષાબેન રાજેશભાઈ કોરડીયા દ્વારા પંદરમા નાણાંપંચની તા.ક ટાઈટ ગ્રાન્ટમાંથી સજનપર ગ્રામ પંચાયતમા કચરાના નિકાલ માટે મીની ટ્રેકટર તથા ટ્રોલી રોજ અર્પણ કરવામા આવી હતી. જેથી સજનપર ગામની સુવિધામા વધારો થશે અને ગામ સ્વરછ ગામ બનશે.