મોરબી : માળીયા મિયાણા ખાતે આવેલ મામલતદાર કચેરી સામેથી સ્થાનિક પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ભરત જગજીવનભાઈ કૈલા રહે.ખાખરેચી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 330 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.