રેન્જ આઈજીના લોકદરબારમાં રજુઆત બાદ ટંકારામાં ફરિયાદ નોંધાઇટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા યુવાને મોરબીના વ્યાજખોર પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ અને મુદલ પરત આપી દેવા છતાં વધુ વ્યાજ પડાવવા નોટરી લખાણ અને કોરા ચેક પડાવી લઈ કોર્ટમાં ચેક રિટર્ન અંગે ખોટી ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસ મથકમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા બેચર મગનભાઈ ઘોડાસરાએ મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા હિરેન રાજેશભાઇ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2011માં વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ અને મુદલ પરત આપી દેવા છતાં આરોપી હિરેન પંડ્યાએ બળજબરીથી નોટરી લખાણ કરાવી લઈ કોરા ચેક પડાવી બાદમાં વધુ વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપી કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવતા રેન્જ આઈજીને ફરિયાદ કર્યા બાદ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.