પત્નીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ગોપાલભાઈ કાસુન્દ્રા દ્વારા વડીલોને ભોજન અને ગૌશાળાઓમાં અનુદાન અપાયુંમોરબી અપડેટ: હિન્દુ રીતરિવાજો મુજબ સ્વર્ગવાસી પરિવારજનોના આત્માની શાંતિ માટે ધાર્મિક અને સેવાકાર્યો કરવાની પરંપરા રહી છે. આ પરંપરાને જાળવી રાખીને રવાપરના પૂર્વ સરપંચ, વર્તમાન કોર્પોરેટર અને જાણીતા બિલ્ડર ગોપાલભાઈ કાસુન્દ્રા અને તેમના પરિવારે તેમના ધર્મપત્ની સ્વ. પુષ્પાબેનની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો કરી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.સ્વ. પુષ્પાબેનના સ્વર્ગવાસને 2 વર્ષ પૂર્ણ થતા ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ ગોપાલભાઈ કાસુન્દ્રા અને તેમના પુત્ર સહિતના પરિવાર દ્વારા માનવ મંદિરના તમામ વડીલોને ભાવતા ભોજન જમાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અબોલ જીવોની સેવાર્થે રવાપર સ્થિત માધવ ગૌસંવર્ધન ટ્રસ્ટમાં 51 મણ લીલો ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો.સાથે જ ગૌમાતાનો જઠરાગ્નિ ઠારવા માટે મોહન ગીર ગૌશાળામાં 11111 રૂપિયા અને આમરણ ગૌશાળામાં 51000 રૂપિયાનું અનુદાન આપીને પરિવારે દિવંગત સ્વજનને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.#MorbiUpdate #MorbiNews #Ravapar #KasundraFamily #ManavMandir #GaushalaDonation #SocialWork #Tribute