તળાવમાં નવા નીર આવતા ક્ષત્રિય દ્વારા રક્તની અંજલિ અપાઈ, 'પહેલા જળ પૂજો પછી ઉપયોગ કરો' નો ભાવમોરબી : મોરબી જિલ્લાના ખાખરેચી ગામે પ્રકૃતિ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને સંસ્કૃતિને જીવંત રાખતી એક અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ચોમાસાની ઋતુમાં વરસાદ થવાથી જ્યારે ગામના તળાવમાં નવા નીર આવે છે, ત્યારે ગામના ક્ષત્રિય દ્વારા પોતાના લોહીથી અંજલિ આપીને નવા નીરના વધામણા કરવામાં આવે છે.આ પરંપરા પાછળનો મુખ્ય ભાવ 'ધરતી માતા અને જળને પહેલા પૂજો, પછી જ તેનો ઉપયોગ કરો' તેવો રહેલો છે. આ રીત માત્ર એક રિવાજ નથી, પરંતુ તે આપણા પૂર્વજોની ગાઢ શ્રદ્ધા, બલિદાન અને પ્રકૃતિ પ્રત્યેના માનનું પ્રતીક છે. આજના સમયમાં પણ આવી પરંપરાઓના જતનથી નવી પેઢીને પોતાના ગામ, ધર્મ અને સમૃદ્ધ સંસ્કૃતિ પર ગર્વ અનુભવાય છે. #MorbiUpdate #Khakharechi #MorbiNews #GujaratTradition #Culture #Monsoon