મોરબી : મેઘપરમાં ઉત્તરબુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આવનાર ઉનાળાને ધ્યાનમાં રાખી પક્ષીઓના લાભાર્થે પ્રશંસનીય પહેલ કરી છે. તેઓએ પક્ષીઓ માટે શાળા કંપાઉન્ડમાં પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત પાણી અને ચણ માટે પરબ લગાવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોઓ જન્મદિવસની ઉજવણીમાં ચોકલેટ વહેચવાને બદલે પક્ષીઓને ચણ નાખવાનો નિશ્ચય કર્યો હતો. આ કાર્યને શાળાના આચાર્ય સી. એન. ડાંગરએ બિરદાવ્યું હતું.