ખાખરેચી: ખાખરેચી ગામમાં તારીખ 27-11-2025ના રોજ રણજીતસિંહ મનુભા જાડેજાના પુત્ર મહાવીરસિંહ (હરી) અને સિદસર (ભાવનગર) ગામના અરવિંદસિંહ ભિખુભા ગોહિલની પુત્રી પ્રિયાબાના શુભ લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગે નવદંપતીએ એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી હતી. તેઓએ લગ્નની પરંપરાગત વિધિ – ચોરીના ચાર ફેરા ફરે તે પહેલાં વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર માનવજાત, પશુ, પંખી અને પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી એવા વૃક્ષોનું વાવેતર કરીને મહાવીરસિંહ અને પ્રિયાબાએ પોતાની ઉમદા ભાવના વ્યક્ત કરી હતી. તેમની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.