યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યનો પુત્ર 8 વર્ષની ઉંમરથી આખો શ્રાવણ મહિનો કરે છે ભગવાન શિવની પૂજા-અર્ચનામોરબી અપડેટ: પવિત્ર શ્રાવણ માસમાં આબાલવૃદ્ધ સૌ કોઈ શિવભક્તિમાં લીન જોવા મળે છે, ત્યારે મોરબીના માત્ર 15 વર્ષના એક કિશોરે પોતાની અતૂટ શિવભક્તિથી સૌનું ધ્યાન ખેંચ્યું છે અને પ્રેરણા પૂરી પાડી છે.મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય આનંદ સિંધવનો પુત્ર શાન સિંધવ હાલમાં સરસ્વતી શિશુ મંદિરમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. જે છેલ્લા સળંગ 7 વર્ષથી એટલે કે માત્ર 8 વર્ષની ઉંમરથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો ભગવાન શિવની વિશેષ આરાધના અને પૂજા-અર્ચના કરે છે. #MorbiUpdate #MorbiNews #ShivBhakti #ShravanMas #YoungIndianGroup #YouthInspiration #Morbi