મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે.મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા હીરાભાઈ ભજનીકના ફાર્મ ખાતે અખંડ રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 9 એપ્રિલ થી 9 મી મે સુધી એટલે કે, 1 મહિના સુધી 24 કલાક રામભક્તો દ્વારા અખંડ રામ ધૂન થશે. આ પ્રસંગે ભાઈઓ તથા બહેનો ભાવી ભક્તોને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.