મોરબી : આજરોજ હજનાળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિતભાઈ ખાંભરાના પુત્ર એવા વિહાન ખાંભરાનો જન્મદિવસ હોય હજનાળી પ્રાથમિક શાળાના બાળકો કદંબના ઝાડ વિશે જાણે અને પર્યાવરણ પ્રેમી બને એ હેતુથી શાળાના પ્રાંગણમાં કૃષ્ણને અતિ પ્રિય એવા કદંબના ઝાડનો છોડ વાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘરના સંસ્કાર અને આચરણ થકી નાનપણથી જ પશુ પ્રત્યે લાગણીના ભાવ કેળવાય તે માટે આજે વિહાન ખાંભરાએ એના હાથે જ ગાયને ઘાસચારો ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.