મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપની જન્મદિવસની અનોખી ઉજવણી કરવાના પ્રેરણાદાયી કાર્યથી પ્રેરાયને યુવા ઉધોગપતિએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં યંગ ઈન્ડિયા ગ્રુપ,વડવાળા યુવા સંગઠનના સદસ્ય રબારી સમાજના યુવા ઉઘોગપતી અને રાયકાસ્ સિરામીકના માલીક દિલીપભાઈ બી. ભુભરીયાએ તેમના જન્મદિવસ નિમીતે યંગ ઈન્ડિયા ગ્રુપના મંત્ર મુજબ “આપી ને રાજી થાવુ” સુત્ર સાકાર કરી વાડી વિસ્તારના બાળકોને પોષણક્ષમ નાસ્તાની ભેટ આપી હતી.