મોરબી : આગામી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે 73મા જન્મદિવસે સમગ્ર ગુજરાતમાં 73 યોગ શિબિર યોજાવા જઈ રહી છે. જેમાં મોરબી જિલ્લામાં પણ 2 દિવસીય યોગ શિબિર યોજાનાર છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબિ જિલ્લા કોર કમિટી મેમ્બર અને યોગ ટ્રેનર મયુરભાઈ કારીયાએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં બે દિવસીય નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે. તારીખ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન મોરબીના કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે આ બે દિવસીય યોગ શિબિર યોજાશે. મોરબી જિલ્લાના દરેક નાગરિકો, યોગ વિષયમાં રુચિ ધરાવનાર વ્યક્તિઓ, યોગ પ્રેક્ટિસ કરનાર યોગ સાધકો, યોગ વિષયમાં કાર્યરત સર્વે સંસ્થાઓ, યોગ કોચ, યોગ ટ્રેનર્સ-ટીચર્સ, વિવિધ આધ્યાત્મિક, વ્યાપારિક અને સામાજિક સંસ્થાઓને સભ્યો અને પરિવાર સાથે યોગ શિબિરમાં જોડાવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શિબિરમાં આવનાર દરેક લોકોએ https://forms.gle/DnFhD9pf5j4UeGeV8 લિંક પર રજિસ્ટ્રેશન ફોર્મ (અંગ્રેજી કેપિટલ લેટરમાં) ભરી પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.વધુ માહિતી માટે વાલજીભાઈ પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)નો મો.નં. 9586282527 પર સંપર્ક કરવા જણાવાયું છે.